વર્ષ ૨૦૨૫-૨૬નો ૪૫મો વાર્ષિક અહેવાલ

જય શ્રી ભોજલરામ,

        શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, ગાંધીનગરનો વર્ષ ૨૦૨૫-૨૬નો ૪૫મો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. સેવા, સમર્પણ અને સહકારની ભાવના સાથે સમાજના પરિસરમાં આવેલ સમાજ ભવન ખાતે સંતશ્રી ભોજલરામ મંદિરમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલે છે.

       વર્ષ દરમ્યાન સમાજના છાત્રાલય ભવનમાં ૯૯ વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરી પોતાની કારકીર્દી ઘડી રહ્યા છે. તેમજ વર્ષ દરમ્યાન સમાજના અતિથિ ગૃહનો બહારગામના આશરે 5685 અતિથિઓએ લાભ લીધેલ છે અને વર્ષ દરમ્યાન 36 પ્રવાસી બસોના યાત્રાળુઓ અને શાળાના વિદ્યાર્થીઓને ઉતારાની સગવડ આપવામાં આવી છે. તેમજ 14 લગ્ન પ્રસંગો અને 41 બેસણાના પ્રસંગો માટે સમાજ ભવનના મકાનની ફાળવણી કરવામાં આવી છે અને ગાંધીનગરના સિનિયર સિટીઝન કાઉન્સિલની વર્ષ દરમ્યાન ૧૨ - માસિક મિટીંગો માટે સમાજ ભવનની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવી છે. સંસ્થામાં ભૂ.પૂ. મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પૂણ્યતીથી નિમિતે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં આશરે ૬૦ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું.

       ગાંધીનગર સમાજની વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વૈદકીય, સાંસ્કૃતિક અને સેવાકિય પ્રવૃત્તિઓમાં સમાજની યુવા ટીમ, મહિલા ટીમ અને સમાજના નામી અનામી સભ્યો અને દાતાઓનો સાથ, સહકાર અને સેવાનો લાભ સમાજને મળતો રહ્યો છે તેનો સમાજ અંત:કરણ પૂર્વક આભારમાની ગૌરવની લાગણી અનુભવે છે....

જય ભોજલરામ....

કિશોરભાઈ વી. શેલડીયા
પ્રમુખ, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ
ગાંધીનગર

સંપર્ક કરો

વધુ માહિતી માટે નીચે આપેલ જગ્યાએ લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર ખાતે સંપર્ક કરો

Address

શોપિંગ સેંટર પાસે, સેક્ટર -7 સી, ગાંધીનગર- 382007