વિદ્યાર્થી ભવન / છાત્રાલય

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

છાત્રાલય પ્રવેશના નિયમો :

  • સમાજના છાત્રાલયમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ સમાજે આ માટે નક્કી કરેલ પ્રવેશ ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી કોલેજના સહી  સિક્કા કરાવીને સમાજના કાર્યાલયમાં રજૂ કરવાનું રહેશે.
  • નવા દાખલ થનાર વિદ્યાર્થીઓએ રૂ.2000 ડિપોઝીટ પેટે તેમજ નવા અને જુના તમામ વિદ્યાર્થીઓએ વાર્ષિક  ફી પેટે રૂ.10,000 એક જ હપ્તામાં પ્રવેશ મળયે કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.
  • અધવચ્ચેથી છાત્રાલય છોડી જનાર વિદ્યાર્થીને ફી ની રકમ પરત મળશે નહીં તેમજ ભરેલ ડિપોઝીટની રકમ વર્ષ પૂરું થયે પરત કરવામાં આવશે.
  • દાખલ થનાર જુના અને નવા તમામ વિદ્યાર્થીઓએ પાગરણ (ગાદલું, ઓશીકું, રજાઈ, ધાબળો, અને બેડશીટ) પોતાનું લાવવાનું રહેશે. ફક્ત પલંગ  છત્રાલય તરફથી આપવામાં આવશે. છાત્રાલયમાં લાઈટ પખાનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો અને રૂમ હીટર, ગીઝર, અને ઇસ્ત્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબન્ધ છે.
  • વિદ્યાર્થીઓએ છત્રાલયના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શિસ્તભંગ કરનારનો પ્રવેશ રદ કરી ભરેલ ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
  • છાત્રાલયના ફર્નિચર, રાચરચીલું તેમજ અન્ય સામગ્રીને નુકશાન કરનાર પાસેથી નુકશાનીની રકમ વસુલ કરવામાં આવશે અને જરૂર જણાયે પ્રવેશ પણ રદ કરવામાં આવશે .
  • છાત્રાલયમાં પાન, બીડી, સિગારેટ, ગુટકા કે અખાદ્ય  પદાર્થોના સેવન પર પ્રતિબંધ હોય આનો ભંગ કરનાર સામે શિસ્તભંગનાં પગલાં લઈ પ્રવેશ રદ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલ રૂમની સાફસફાઈ વિદ્યાર્થીઓએ જાતે કરવાની રહેશે અને ફાળવેલ રૂમમાં મેનેજરની પરવાનગી વગર ફેરફાર કરનારનો પ્રવેશ રદ કરવામાં આવશે.