સમાજ ભવન

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

હોલ બુકિંગના નિયમો

  1. હોલનું બુકિંગ વર્ષમાં ગમે ત્યારે કરાવી શકાશે.     
  2. એક વખત હોલ બુક કરાવ્યા બાદ બુકિંગ રદ કરાવે તો નિભાવ ખર્ચની રકમ પરત કરવામાં આવશે નહીં. ફક્ત ડિપોઝીટની રકમ જ પરત કરવામાં આવશે. આકસ્મિક સંજોગો જેવા કે, સગપણ ફોક થવું, બન્ને પક્ષના નજીકના સગા સંબન્ધીઓના મૃત્યુ પ્રંસગો જેવા બનાવોમાં ભરેલી સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. આવા આકસ્મિક સંજોગોના કારણે અને હોલ ખાલી હશે તો બુકિંગની તારીખ બદલી આપવામાં આવશે.
  1. દરેક બુકિંગ સાથે (વાણિજિયક હેતુ સિવાય) એક દિવસના ભાડા જેટલી રકમ ડિપોઝીટ પેટે જમા કરાવવાની રહેશે.
  2. બુકિંગ કરાવનાર દ્વારા સમાજની કોઈ વસ્તુને નુકશાન થશે તો નુકશાન થયેલ વસ્તુની નક્કી કરેલ કિંમત જેટલી રકમ ડિપોઝીટની રકમમાંથી કાપી લેવામાં આવશે.
  3. લગ્ન નિમિતે હોલમાં લગ્ન ગીતો રાખવાના હોય તો રાખી શકાશે.સંસ્થાના છાત્રાલયના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે લાઉડ સ્પીકરનો અવાજ ધીમો રાખવાનો રહેશે.ગરબા પાર્ટી વગેરે સમાજના પરિસરમાં રાખી શકાશે નહીં.
  4. સમાજના પરિસરમાં આવેલ સમાજ ભવન, સાંસ્કૃતિક ભવન અને  છાત્રાલયમાં વિદ્યાર્થીઓના પ્રવેશ વગેરેની સંપૂર્ણ કાર્યવાહી સંસ્થાના મેનેજર દ્વારા જ કરવામાં આવશે અને તેને લગતી સઘળી નાણાકીય લેવડ દેવડ  સંસ્થાના મેનેજર કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે.

 

સમાજભવનના  નિયમો

  1. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના પરિસરમાં ભારતના કોઈપણ નાગરિકને નક્કી કરવામાં આવેલ દરે પ્રવેશ આપવામાં આવશે.
  2. કોઈપણ અતિથિ કોઈ અનધિકૃત વ્યક્તિને પોતાની રૂમમાં રાખી શકશે નહીં. આવી બાબતના સમાજના  વ્યવસ્થાપકોના ધ્યાનમાં આવશે તો તમામ વ્યક્તિઓને તેમણે  ભરેલ ડિપોઝીટની રકમ જપ્ત કરીને સમાજભવન છોડી દેવાની ફરજ પાડવામાં આવશે.
  1. સમાજભવનના પરિસરમાં માદક દ્રવ્યોનું સેવન, જુગાર, દારૂ, માંસાહાર, અસભ્ય વર્તન, અનૈતિક કે ગેરકાયદે કૃત્યકરવા પર પ્રતિબદ્ધ છે, છતાં પણ કોઈ અતિથિ આ નિયમોનું ઉલલંઘ કરશે તો તેમણે  ભરેલ ડિપોઝીટની રકમ જપ્ત કરીને સમાજભવન છોડી દેવાની ફરજ પાડવામાં આવશે.
  2. કોઈપણ અતિથિએ સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. કોઈ અતિથિએ આપેલ વિગતો ખોટી જણાશે તો, તેમણે  ભરેલ ડિપોઝીટની રકમ જપ્ત કરીને સમાજભવન છોડી દેવાની ફરજ પાડવામાં આવશે.
  3. સમાજભવનના પરિસરમાં સ્વચ્છતા રહે તે  દરેક અતિથિ પાસેથી અપેક્ષિત છે. કચરો કચરા પેટીમાં નાખવો, દીવાલો પર જ્યાં ત્યાં થુંકવું નહીં વગેરે નિયમોનું ઉલ્લઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
  4. અતિથિગૃહમાં અન્ય અતિથિને શોભે તેવા પહેરવાના કપડાનો ઉપયોગ કરવો.
  5. સમાજભવનનું રાચરચીલું તથા પાગરણ વગેરેની સંપૂર્ણ જાળવણી કરવી. રૂમમાં આપવામાં આવેલ દરેક સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો. નુકશાન કરનારે વ્યવસ્થાપકો કહે તે ચાર્જ નુકશાની પેટે ભરવાનો રહેશે.
  6. જે વ્યક્તિના નામે રમ રાખવામાં આવ્યો હોય તે વ્યક્તિ જ તેનો ઉપયોગ કરી શકશે
  7. અતિથિએ તેની સાથેનું જોખમ સાચવીને રાખવું. તેના માટે સંસ્થા જવાબદાર નથી.
  8. લાઈટ તથા પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવો.
  9. સમાજની ઓફિસમાં કોઈપણ જાતનો સમાન રાખવો નહીં.
  10. સમાજભવનનું સ્થળ છોડતી વખતે તમામ પ્રકારના ચાર્જ તેમજ સમાજની વસ્તુઓ અને રૂમની ચાવીઓ ઓફિસમાં જમા કરાવીને  જવું.
  11. રૂમમાં નિયત પથારીની સંખ્યા કરતા વધારાની વ્યક્તિઓએ રહેવું  જરૂરી હોય તો નિયત દર ચૂકવીને રહી શકાશે.
  12. સમાજના પરિસરમાં આકસ્મિક અમગળ ઘટના જેવી કે,માંદગી, આગ, અકસ્માત કે અપમૃત્યુ જેવા બનાવ બને તો તે માટે સંસ્થા કોઈપણ રીતે જવાબદાર ગણાશે નહીં અને તેની સઘળી જવાબદારી અતિથિની રહેશે.
  13. સંસ્થાની ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરીને રહેવાનું રહેશે.  અન્ય સુવિધાઓ માટે આગ્રહ રાખી શકાશે નહી.
  14. સંસ્થાના કોઈ કર્મચારીઓને ભેટ સોગાદ આપવી નહીં.
  15. રૂમમાં રહેનાર વ્યક્તિ રસોઈ કે અન્ય વસ્તુ બનાવી શકશે નહીં.
  16. અતિથિએ સાથે લાવેલ વાહનને સંસ્થાના પરિસરની બહાર પાર્ક કરવાનું રહેશે અને તેની કોઈ જવાબદારી સંસ્થાની રહેશે નહીં.
  17. સમાજભવનમાં સંપૂર્ણ પણે શિસ્ત અને શાંતિ જાળવવી. ઘોઘાટ કરીને બીજાને ખલેલ પહોંચાડવી નહીં.
  • સમાજભવન બિલ્ડિગમાં આવેલ નાના હોલ માટેની કોઈ અરજદારની માંગણી હોય તો તેના દર સવારના  6-00 થી બપોરના 1-00 સુધીના સમય માટે રૂ.1000 અને બપોરના 2-00 થી રાત્રીના 9-00 સુધીના સમય માટે રૂ. 1000ના દરે હોલ આપવામાં આવશે. જો કોઈ અરજદાર આખા દિવસ માટે માંગણી કરશે તો આખા દિવસના રૂ. 2000 ના દરે  હોલ આપવામાં આવશે. હોલના આ દરમાં પાગરણના દર પથારી ( ગાદલું, ઓશીકું, અને ધાબલો કે ચોરસો)દીઠ રૂ.25 લેખે અલગથી ભરવાના રહેશે.