સહેલી ગ્રુપ

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

ગાંધીનગર માં  સૌરાષ્ટ્ર લેઉવા  પટેલ સમાજની સ્થાપના  થયે આજે સાડત્રીસ વર્ષ થઈ  ગયા. શ્રી લેઉવા પટેલ સમાજ દ્વારા ઘણી  સામાજિક , સેવાકીય અને શિક્ષણિક પ્રવૃત્તિઓ  કરવામાં આવી રહી છે, ત્યારે સમાજની બહેનોને પણ  કંઈક કરવા માટે વિચારવા લાગી, આ બહેનોના મનમાં એક વાત વારંવાર  આવતી કે સમાજ દ્વારા યોજવા માં આવતા પ્રોગ્રામ માં બહેનો એક સાથે મળિયે છીએ, પણ  ખાસ કોઈ પ્રવૃત્તિ બહેનો દ્વારા આયોજન કરવામાં આવતી નથી, આમ બહેનો માટે એક સંગઠ  બનાવીએ ,અને કોઈક પ્રવૃત્તિ કરીએ , આમ વર્ષ 2009 માં સમાજની બહેનો એ, શ્રી લેઉવા પટેલના  સમાજ નીચે જ એક ઘટક - “ સહેલી ગ્રુપ “ બનાવવામાં આવેલ છે સહેલી ગ્રુપ  શરુ થયું ત્યારથી  દર મહિને સમાજભવન ખાતે   સહેલી ગ્રુપની બહેનોની એક મીટીગ મળે છે  અને જુદી જુદી ક્રિએટિવ એકટીવીટી નું આયોજન  કરે છે.

સહેલી ગ્રુપની  બહેન દ્વારા હાથ ધરાયેલ  પ્રવૃત્તિ અને કાર્ય ની નીચે મુજબ :

  • ફૂડ  કેનીંગ  એન્ડ સ્ટોરેજ નો  વર્કશોપ ,
  • પંજાબી  વાનગીઓ
  • માઈક્રો ઓવનનો ઉપયોગ  અને તેમાં બનતી વાનગીઓ ,
  • ફૂડ એક્સપર્ટ  પાસેથી હેલ્થ ડાયેટ  અંગે ની જાણકારી મેળવવી
  • એરોબિકસ  જેવી આધુનિક  કસરતો વડે સ્વાસથ્યની જાળવણી ,
  • વિવિધ  ક્ષેત્રે  સફળ થયેલા  વક્તાઓના વક્તત્વયો  અને માર્ગદર્શન ,
  • મદભુદ્ધિના  બાળકોની સહાય ,
  • વૃધાશ્રમ  અને હોસ્પિટલમાં જરૂરી  ચીજવસ્તુઓનું વિતરણ
  • ગરબા કોચીગ  ક્લાસીસ,
  • સમાજના કાર્યક્રમમાં થતા સાંસ્કૃતિ અને મનોરંજન માં  ભાગ લેતા બાળકો ને યોગ્ય માર્ગદર્શન
  • સેલ્ફ બ્યુટીફીકેશન , કોસ્મેટિક્સના  ઉપયોગ અને વપરાશ માટે માહિતી,
  • ગૃહ ઉદ્યોગ કરતી બહેનોના  કામ અને ઉત્પાદન માટે પ્રદર્શન  અને વેચાણ ,
  • વિવિધ  મેડિકલ ચેકઅપ  કેમ્પ આયોજન
  • વિવિધ  રોગો , અને  ઓપરેશન માટે  અનુભવી ડોક્ટર દ્વારા  જાણકારી
  • મધુર ડેરી , રામદેવ  ફૂડ પ્રોડક ફેક્ટરી , અમુલ ડેરી,  કેવડિયા કોલોની , નર્મદા બંધ , જીએનએફસી , જેવા સ્થળો માટે  એક દિવસિય ટુરનું આયોજન ,