મિત્રમંડળ

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

      શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્રમંડળ,ગાંધીનગર

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, ગાંધીનગરની નિશ્રામાં ગાંધીનગર  શહેર અને જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ જ્ઞાતિના પરિવારો વચ્ચે એકસૂત્રતા સ્થપાય, અરસપરસ ભાતૃભાવ  વિકસે અને ઉત્તરોત્તર ગુણાત્મક ઉતકર્ષ સધાય તેવા શુભ આશયથી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્રમંડળ, ગાંધીનગરની સ્થાપના  ઈ.સ. 1989માં સ્વ. શ્રી નાનુભાઈ કથિરિયાની પ્રેરણાથી શ્રી દેવરાજભાઇ પાંભર, શ્રી કુંવરજીભાઇ પટેલ અને શ્રી રમેશભાઈ સવાણીએ વાવેલા આ મડળરૂપી બીજને શ્રી ઠાકરશીભાઈ પટેલે પાણી સીચી ઉગાડયું અને  આજ આટલા વર્ષોના જતન પછી તે એક વિશાળ વટવૃક્ષ બનેલ છે.

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્રમંડળ એ ગાંધીનગર જિલ્લામાં વસતા આપણી  જન્મભૂમિ સૌરાષ્ટ્રના વતની એવા પરિવારોનું એક સંગઠન છે. 182 સભ્યોના પરિવારથી શરૂ થયેલ આ સંસ્થા આજે 495 જેટલા ઘર સુધી વિસ્તરી ને એક વટવૃક્ષ બનેલ છે. હજુ પણ ગાંધીનગર સ્થિત કેટલાક પરિવારો  આ સંસ્થાથી અલિપ્ત છે તેને સૌના સહિયારા પ્રયત્નોથી સાથે જોડવાની હૈયે નેમ છે.ગાંધીનગર જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ જ્ઞાતિના પરિવાર જનો એકબીજાની વધુ નજીક આવે, સારા નરસા પ્રંસગે એકબીજાને સહાયભૂત  થાય, વયસ્ક યુવાન દીકરા દીકરીઓનો સબધ જોડાય અને દૂર દૂરથી આવતા આપણા જ્ઞાતિ બંધુઓને પાટનગરની કચેરીઓમાં કામ કરતા આપણી જ્ઞાતિના અધિકારી/કર્મચારીઓનું માર્ગદર્શન મળી રહે અને મદદરૂપ થવાય તેવી ઉદાત્ત ભાવનાથી આ સંસ્થા કામ કરી રહી છે. કુટુંબ દીઠ ફક્ત રૂ. 200 નું વાર્ષિક લવાજમ લઈને દર વર્ષે વિદ્યાપુરસ્કાર સમારંભ, શરદોત્સવ, નૂતનવર્ષનું સ્નેહ મિલન, વાર્ષિક (ઉજાણી) સંમેલન વગેરે જેવા કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવે છે. આનો સઘળો શ્રેય કાર્યકરોનો અથાગ ઉત્સાહ સભર પુરુષાર્થ,કરકસરભર્યો વહીવટ અને સમાજભવન ખાતે ચાલતી વાસણ મંડપ સેવાની વ્યવસ્થાને આભારી છે. વાસણ મંડપ સેવા માટે ગાંધીનગર સ્થિત સમાજના સભ્યો પાસેથી નાણાકીય મદદ માટે ટહેલ નાખતા કુલ 171 સભ્યો તરફથી મળેલ રૂ.4,73,000 ની મદદ્થી વાસણ  મંડપ સેવા માટે જોઈતા 2000 વ્યક્તિઓનો જમણવાર થઈ શકે તેટલા રસોડાના કામ માટેના વાસણો,તથા પાગરણ માટે ગાદલા, ઓશિકા અને ધાબળા તથા ટેબલ અને ખુરશીઓની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે વસતા   સમાજના સભ્યોની કૌટુંબિક માહિતીનો સમાવેશ થઈ  શકે તેવી ડિરેક્ટરી “પરિવાર દર્શન”નો પ્રારંભ પણ સન 1996થી કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેની સન 1996માં પ્રથમ, 2001માં બીજી 2006માં ત્રીજી, 2011 માં ચોથી અને 2016માં પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.ગાંધીનગર સ્થિત સમાજના સભ્યોના બાળકોને વિદ્યાભ્યાસમાં પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે યોજાતા વિદ્યાપુરસ્કાર સમારંભ માટે વિદ્યાપુરસ્કાર નિધિમાં ભંડોળ એકત્રિત કરવામાં સમાજના સભ્યો તરફથી કુલ રૂ.6,56,522ની સહાય  મળેલ છે. આ કાયમી ભંડોળના વ્યાજમાંથી સભ્યોના સંતાનોને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા વિદ્યાપુરસ્કારથી નવાજમા આવે છે.

  મંડળની પ્રવૃતિઓ:

  • પરિવારના સભ્યોના સંતાનોને   વિદ્યાપુરસ્કાર દ્વારા પ્રોત્સાહન.
  • શરદપૂનમની રાત્રીએ રસ ગરબા અને દૂધપૌઆની ઉજાણી.
  • વિક્ર્મ સંવતના પ્રથમ દિવસે  નૂતનવર્ષનું સ્નેહમિલન.
  • વર્ષના અંતે વાર્ષિક સંમેલન.                        
  • સમાજ ઉપયોગી સેવા પ્રવૃતિઓ.

મિત્રમંડળને વધુ સંગીન બનાવવા આટલું અચૂક કરીએ.

  • મિત્રમંડળના સભ્ય બનીએ.
  • આપણા પરિચિત સાધનસંપન્ન જ્ઞાતિજનોને આર્થિક સહાય  કરવા પ્રોત્સાહિત કરીએ.
  • દરેક કાર્યક્રમમાં સમયસર હાજરી આપી સક્રિય ભાગ લઈ દરેક પ્રવૃત્તિમાં પોતાની રુચિ મુજબ સહભાગી થઈએ.
  • ઘરનું સરનામું બદલાય તો કાર્યાલયમાં તુરત જ જાણ કરીએ.  
  • શુભ પ્રંસગે વિદ્યાપુરસ્કાર  નિધિમાં આર્થિક મદદ કરીએ.
  • તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા ઈનામોની જાહેરાત કરીએ

સમાજની વિવિધ પ્રવૃત્તિઓની  કામગીરીમાં સરળતા રહે તે માટે,   શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા  બે અલગ ઘટક સંસ્થાઓ પણ કાર્યવન્ત કરાવેલ છે,  એક મિત્ર મંડળ અને બીજુ સહેલી ગ્રુપ, સૌરાષ્ટ્રના  મૂળ વતની અને હાલ ગાંધીનગર  શહેર અને આસપાસ ના ગામમાં વસવાટ  કરતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના  સમગ્ર પરિવારજનો માટે જ દર વર્ષે ખાસ પ્રોગ્રામોં  કરવામાં આવે છે, જે ઘટક સંસ્થા “મિત્રમંડળ“ દ્વારા  જ યોજવામાં આવે છે, જે માટેનો નાણાકીયખર્ચ પણ મિત્રમંડળ ના સભ્યો પાસેથી  જ દર વર્ષે  “વાર્ષિક ફ્રી” ના સરૂપે લેવામાં આવે છે ,

શ્રી  સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્રમંડળ ગાંધીનગર દ્વારા દર વર્ષે  નીચે મુજબના કાર્યક્રમો થાય છે,

  • દિવાળી પછી ના પ્રથમ દિવસે  નૂતનવર્ષાભીનંદન સ્નેહમિલનનુ  આયોજન કરવામાં આવે છે.
  • વર્ષમાં  એક વખત વનભોજન નો  કાર્યક્રમ ગઠવવામાં આવે છે.
  • સમાજ સંકુલમાં  આવેલ ભોજલરામ મંદિર  નો દર વર્ષે પાટોઉત્સવનો કાર્યક્રમ કરવામાં  આવે છે.
  • ગાંધીનગર સમાજ ના  પરિવાર ના સભ્યોના સંતાનોને  વિદ્યાપુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે.  વિદ્યાપુરસ્કાર માટે થનાર ખર્ચ ને પહોંચી વળવા માટે મિત્રમંડળના સભ્યોમાના દાતાઓ દ્વારા  “વિદ્યાનિધિ ફન્ડ “ નામનું માતબર ફન્ડ એકત્રિત કરવામાં આવેલ છે, જેના વ્યાજમાંથી જ આ ખર્ચ કરવામાં આવે છે.
  • મિત્રમંડળ  અને સમાજના ટ્રસ્ટીમંડળના  સહયોગથી વાસણ -મંડપ -સર્વસિ સેવા, સમાજ ખાતે ચલાવવામાં આવે છે, તેના   ભાડાની આવક પણ મિત્રમંડળ ધ્વરા કરવામાં આવતા ખર્ચ માટે સહાયક બને છે.
  • દર  વર્ષે  શરદ પૂનમેં  (આગળ પાછળ આવતી  અનુકુલ જાહેર રજાની  આગળની રાત્રિએ) રસ-ગરબા  અને દૂધ પાઉં ની ઉજવણી નો કાર્યક્રમ યોજવામાં આવે છે.
  • મિત્રમંડળ  દ્વારા, ગાંધીનગર અને તેની આસપાસ ના  ગામમાં વસવાટ કરતા મૂળ સૌરાષ્ટ્રના વાતની  હોય, તેવા પરિવારજનોની કૌટુંબિક માહિતી ની  ડિરેક્ટરી “ પરિવાર દર્શન “ દર પાંચ વર્ષે  નિયમિત રીતે તૈયાર કરી, મિત્રમંડળ દ્વારા પ્રસિદ્ધ  કરવામાં આવે છે.

અત્રે એ પણ  ઉલેખનિય છે કે  સમાજ-સંકુલમાં ચાલતા  શિક્ષણિક છાત્રાલય નો વહીવટ , સંસ્કૃતિકભવન હોલ અને  ભોંયતળિયામાંનું ભોજનખંડ નો વહીવટ તેમજ ગેસ્ટહાઉસનો   વહીવટ, આ સમગ્ર કામગીરી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ  સંસ્થા દ્વારા જ સ્વતંત્ર રીતે સંભાળવામાં આવે છે.