સાંસ્કૃતિક ભવન

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

  • સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે 500 વ્યક્તિ બેસી શકે તેવો સ્ટેજ સાથેનો એ.સી. હોલ
  • વિવિધ ફેકલ્ટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા 100 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની રૂમો
  • વિદ્યાર્થીઓ માટે જમવાની સુવિધા સાથેનું રસોડું અને ડાઇનિંગ હોલ
=========

સાંસ્કૃતિક ભવનના હોલનો નિભાવ ચાર્જ 

========

(હોલ નં 1 ભોંય તળિયાનો ભોજન ખન્ડ  રસોડા સાથે)
  1. દૈનિક રૂ. 25000 તથા લાઈટ, ગેસચાર્જ અને સર્વિસ ટેક્સ વધારાના આપવાના રહેશે તેમજ રસોડાની સાફ સફાઈના  ખર્ચ પેટે રૂ.500 વધારાના આપવાના રહેશે. એક દિવસના દૈનિક ચાર્જ જેટલી રકમ ડિપોઝીટ પેટે હોલ બુકિંગ કરાવતી વખતે ભરવાની રહેશે.
  1. સમાજની વ્યક્તિ માટે દૈનિક રૂ .10,000 બે દિવસ માટે અને ત્રીજા દિવસથી રૂ. 25,000 નો દર તથા લાઈટ, ગેસચાર્જ અને સર્વિસ ટેક્સ વધારાના આપવાના રહેશે તેમજ રસોડાની સાફ સફાઈના  ખર્ચ પેટે રૂ.500 વધારાના આપવાના રહેશે. એક દિવસના દૈનિક ચાર્જ જેટલી રકમ ડિપોઝીટ પેટે હોલ બુકિંગ કરાવતી વખતે ભરવાની રહેશે.
  1. હોલ, બુકિંગ તારીખના આગલા  દિવસની રાત્રીના 9-00 કલાકે આપવામાં આવશે અને બુકિંગ તારીખના દિવસે સાંજના 5-00 કલાકે પરત કરવાનો રહેશે.
  1. હોલનું બુકીગ ન હોય તો અને હોલની નીચેનો ભોજન ખન્ડ  આકસ્મિક સંજોગોમાં જરૂરિયાત હોય તો સમાજના સભ્ય કે સામાજિક સંસ્થાઓને સામાજિક, શૈક્ષણિક કે ધાર્મિક હેતુ માટે ઉપરોક્ત નિર્દિષ્ટ  કલમ 2 માં દર્શાવેલ દરના 50 ટકાના  દરે આપવામાં આવશે.
  1. ઉપર દર્શાવેલ નિયમ-3 મુજબ હોલ સાંજના 5-00 કલાકે પરત લેવાનો હોય રિસેપ્સન તેમજ રાત્રીના લગ્ન રાખનાર પક્ષે બે દિવસનું બુકિંગ કરાવવાનું રહેશે અને ચાર્જ દોઢ ગણો આપવાનો રહેશે.
  1. વિદ્યાર્થીઓના પ્રવાસ, ધાર્મિક સંઘો, કે  શૈક્ષણિક પ્રવૃતિઓ માટે બસ દીઠ રૂ.1000 નિભાવ ચાર્જ તરીકે લેવામાં આવશે. જો રસોઈ બનાવવાની હોય તો રૂ.500 વધારાના બસ દીઠ લેવામાં આવશે. ફક્ત ફ્રેશ થવા માટે જ ઉપયોગ કરવાનો હોય તો બસ દીઠ રૂ.250 નો ચાર્જ લેવામાં આવશે.
  1. ટ્રસ્ટના લેટરપેડ પર લખેલ પત્ર રજૂ કર્યેથી સામાજિક સંસ્થાઓને સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક હેતુ માટે ફક્ત હોલ અને નીચેનો ભોજન ખન્ડ  રૂ.5000 નિભાવ ખર્ચ લઈને આપવામાં આવશે.
    1. .જો આવી સંસ્થાઓએ ફક્ત મીટીંગ કે કોનફરન્સ  રાખવા માટે માંગણી કરેલ હોય તો નીચેના દરે આપવામાં આવશે.
      સમય   એ.સી વિના એ.સી સાથે
      (અ) 3-00 કલાક સુધી નિભાવ ખર્ચ પેટે રૂ.1000 રૂ.2000
      (બ) 6-00 કલાક સુધી નિભાવ ખર્ચ પેટે રૂ.2000 રૂ.4000

      આમાં   જો રસોઈ બનાવવાની હોય તો રૂ 1000 વધારાના તેમજ રસોડાની સાફ સફાઈના  ખર્ચ પેટે રૂ.500 વધારાના આપવાના રહેશે.

    2. જો ઉપરોક્ત સંસ્થો તેમની ફક્ત કારોબારીની મીટીંગ માટે 2-00 કલાક માટે રાખવાની માંગણી તેમની સંસ્થાના લેટર પેડ પર કરે  અને નીચેનો ભોજન ખન્ડ  ખાલી હોય તો તેની નિ :શુલ્ક સગવડ આપવામાં આવશે.
  1. વાણિજિયક હેતુ માટે (સેલ) ફક્ત હોલ નં  1 અથવા નીચેના ભોજન ખન્ડના નિભાવ ખર્ચ પેટે દૈનિક  રૂ.5000ના દરથી આપવામાં આવશે. આમાં  લાઈટ ચાર્જ અને સર્વિસ ચાર્જ વધારાના આપવાના રહેશે અને ભાડાનો હિસાબ દર સાત દિવસે ડીમાંડ ડ્રાફ્ટ, બેકર ચેક કે રોકડમાં જમા કરાવવાનો રહેશે તેમજ ડિપોઝીટની રકમ રૂ.50000 બુકિંગ કરાવતી  વખતે અગાઉથી જમા કરાવવાની રહેશે.
  1. મરણ પ્રંસગે રાખવામાં આવતા બેસણા માટે હોલ અથવા ભોંયતળિયા માટે રૂ.2500 નિભાવ ખર્ચ તથા લાઈટ ચાર્જ અને સર્વિસ ચાર્જ લઈને આપવામાં આવશે. સમાજના સભ્યો માટે આ સગવડ નિ:શુલ્ક આપવામાં આવશે.