સમાજ ભવનના અતિથિ/ગેસ્ટ રૂમ નિભાવના ચાર્જ
બહારગામથી આવતા ઉતારુઓ માટે એટેચ બાથ સાથેના 30રૂમો છે. તેમાં 2 બેડ, 3 બેડ,4 બેડ (એ.સી.) 5 બેડ અને 40 વ્યક્તિનો સમાવેશ થઈ શકે તેવો એ.સી. ડોર્મેટરી હોલ સાથે કુલ 120 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે તેવી સગવડ કરવામાં આવી છે.
|
જનરલ રૂમ |
એ.સી. રૂમ |
4 બેડના રૂમનો દૈનિક ચાર્જ------------------------------------------- |
રૂ. 600 |
રૂ.1000 |
3 બેડના રૂમનો દૈનિક ચાર્જ------------------------------------------- |
રૂ. 450 |
|
2 બેડના રૂમનો દૈનિક ચાર્જ------------------------------------------- |
રૂ. 300 |
|
ડોરમેટરી રૂમમાં બેડ દીઠ દૈનિક ચાર્જ------------------------------------- |
રૂ.150 |
|
સમાજભવનનો ચેક આઉટ સમય:- દાખલ થયાના સમયથી 24 કલાક રહેશે
- સમાજભવનના ઉપયોગની ડિપોઝીટ અંદાજિત રોકાણના દિવસો ઉપરાંત રૂ.300 લેવામાં આવશે.
- વધુમાં વધુ 3 દિવસની મુદત માટે રોકાણ કરી શકાશે.
- મેનેજરને યોગ્ય લાગે તો વધુ 3 દિવસ ની મુદત માટે રોકાણ કરી શકાશે.
- આથી વધારાની મુદત માટે પ્રમુખની પરવાનગીથી વધુમાં વધુ 30 દિવસની મુદત માટે રોકાણ કરી શકાશે ત્યારબાદ કારોબારીના નિર્ણયના આધારે વધારે દિવસની મજૂરી આપવામાં આવશે.
- સમાજભવન બિલ્ડિગમાં આવેલ નાના હોલ માટેની કોઈ અરજદારની માંગણી હોય તો તેના દર સવારના 6-00 થી બપોરના 1-00 સુધીના સમય માટે રૂ.1000 અને બપોરના 2-00 થી રાત્રીના 9-00 સુધીના સમય માટે રૂ. 1000ના દરે હોલ આપવામાં આવશે. જો કોઈ અરજદાર આખા દિવસ માટે માંગણી કરશે તો આખા દિવસના રૂ. 2000 ના દરે હોલ આપવામાં આવશે. હોલના આ દરમાં પાગરણના દર પથારી ( ગાદલું, ઓશીકું, અને ધાબલો કે ચોરસો)દીઠ રૂ.25 લેખે અલગથી ભરવાના રહેશે.