સમાજ વિષે

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

ગુજરાતની સમગ્ર જ્ઞાતિઓનો ઉલ્લેખ કરવામાં આવે તો તેમાં પટેલ જ્ઞાતિ પૃથ્વીના ઉત્તરથી લઈને દક્ષિણ ધ્રુવ ગોળાર્ધમાં વસેલી છે. ખેતીમાં મહદ અંશે જોડાયેલ પટેલ જ્ઞાતિ ગામડામાં વસવાટ કરે છે. ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવારનવાર દુષ્કાળ અને પાણીની સમસ્યાને લીધે ખેતી ઉપર નભતી જ્ઞાતિએ અભ્યાસ તરફ ધ્યાન દોર્યું અને ગામડાથી શિક્ષણ લઈ શહેરમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી ધંધા અર્થે વતન  છોડી દુર સુદૂર શહેરોમાં વસવાટ કર્યો. ગાંધીનગર ગુજરાતનું પાટનગર હોઈ સનદી નોકરીઓમાં અનેક જ્ઞાતિ બન્ધુઓ જોડાયા. આમ પાટનગરના સેકટરોમાં વસતા સૌરાષ્ટ્રના પટેલ કુટુંબો એકબીજાની નજીક આવે અને પરિચય કેળવે તો ભાઈચારાની લાગણી વધે અને સુખદુઃખના પ્રસંગો એ અરસપરસ મદદરૂપ થવાય, આમ આ રીતે એક અવિધિસરના સંગઠનની રચના થઈ. ગાંધીનગરમાં વસતા થોડા કુટુંબો એકબીજાને હળતા મળતા થયા અને વર્ષના શુભ પ્રસંગો જેવા કે નવરાત્રિ, શરદપૂર્ણિમા, નૂતનવર્ષ, ઉજાણી, તેમજ વ્યક્તિગત સામાજિક પ્રસંગો વગેરેમાં એકબીજા સાથે મળી આદાન પ્રદાન શરૂ થયું.

ગાંધીનગર ગુજરાતની રાજધાની હોઈ સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયેલ ધારાસભ્યશ્રીઓ તેમજ સરકારી કામકાજ અર્થે આવતા જ્ઞાતિજનો સરકારની સેવામાં જોડાયેલ સ્થાનિક એકલ દોકલ અધિકારી કર્મચારીને મળતા અને પૂછતાં કે આપણી જ્ઞાતિના ફલાણા અધિકારી ક્યાં વિભાગ/ખાતામાં કામ કરે છે, ત્યારે જે તે વ્યક્તિ પરિચયના અભાવે નિ:સહાય થઇ જતા અને કહેવું પડતું કે હું ઓળખતો નથી. આમ ગાંધીનગરમાં વસતા સરકારની જુદી જુદી કચેરીઓમાં કામ કરતા પ્રથમ સમાજના થોડા ભાઈઓ ભેગા થયા અને એકબીજાના પરિચયમાં  આવે તો ઘણું સારું થાય એવો વિચાર સ્ફૂર્યો। વિચાર પ્રથમ તો થોડો વખત અરસપરસ અનૌપચારિક વાતોમાં વાગોળતો રહ્યો, છેવટે મૂર્ત સ્વરૂપમાં પલટાયો.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સૌરાષ્ટ્રમાંથી તેમના ખેતી વિષયક તથા વ્યાવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે આવતા આપણા સમાજના ભાઈઓ માટે રહેઠાણની વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે છાત્રાલય, શાળા/કોલેજો બાંધી તેને આનુસાંગિક પ્રવૃતિઓ માટેની જરૂરિયાતને લક્ષમાં લઈ ગાંધીનગર વિસ્તારમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના લેઊવા પટેલ જ્ઞાતિના ભાઈઓ-બહેનોના ઉતકર્ષ  માટે તેમજ સ્થાનિક પ્રવૃતિઓ કરવા માટે એક સાર્વજિનક ટ્રસ્ટની સ્થાપના કરવી. ગાંધીનગર ખાતે નોકરી કરતા તેમજ ધન્ધાર્થે સ્થિર થયેલ સૌરાષ્ટ્ર વિસ્તારના લેઉવા પટેલ જ્ઞાતિના ભાઈઓએ “શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, ગાંધીનગર” નામના ટ્રસ્ટની તા.1-6-1981ના રોજ બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરી ચેરિટી કમિશનર, અમદાવાદ ખાતે મંજૂરી અર્થે રજૂ કરતા રજીસ્ટર ક્રમાંક-એ-69,ગાંધીનગર તા.9-9-1981થી ટ્રસ્ટને મુંબઈ જાહેર ટ્રસ્ટ  નોંધણી અધિનિયમ-1950 હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યું.

=======     ટ્રસ્ટના હેતુઓ અને ઉદેશો      ======

  • ભારતના કોઈપણ શહેર કે જગ્યાએ સમાજના ઉપયોગમાં આવે તે માટે વાડી, પથિકાશ્રમ, સેનેટોરિયમ વગેરે સ્થાપવા, ચલાવવા અને નિભાવવા.
  • સદાવ્રતો સ્થાપવા,ચલાવવા અને નિભાવવા.
  • વિવિધ રોગો માટે હોસ્પિટલ, લેબોરેટરી, નર્સીંગ હોમ, ડિસ્પેન્સરી ખોલવી, ચલાવવી નિભાવવી કે આવી સંસ્થાઓને આર્થિક તેમજ બીજી રીતે મદદ કરવી અને યોગ્ય સહાય  આપવી
  • અન્ય કોઈપણ પ્રકારની વૈદકીય સહાયની પ્રવૃત્તિઓ  કરવી
  • ભારતના કોઈપણ શહેરમાં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, અને માધ્યમિક શાળા તેમજ કોલેજો સ્થાપવી, ચલાવવી,અને નિભાવવી કે તેને આર્થિક કે બીજી રીતે મદદ કરવી અને યોગ્ય સહાય  આપવી
  • આ ટ્રસ્ટના નામથી શાળા, કોલેજ કે સંસ્થામાં ઇનામો જાહેર કરવા, શિષ્યવૃતિ આપવી અને તે માટે જરૂરી એવી પ્રવૃતિઓ કરવી
  • વિદ્યાભ્યાસ માટે સસ્તા ભાવે પુસ્તકો આપવા અને ગરીબ તેમજ લાયકાતવાળા  વિદ્યાર્થીઓને વિના મુલ્યે ચોપડીઓ, કપડાં, તેમજ જીવન જરૃરિયાતના બીજા સાધનો આપવા કે અન્ય કોઈ રીતે મદદ કરવી.
  • તમામ જાતની કેળવણીને ઉતેજન આપવું અને આવી કોઈપણ શૈક્ષણિક પ્રવૃતિઓ કરવી અને તે અંગે જરૂરી એવું ખર્ચ કરવું
  • માનવ રાહત તેમજ જનકલ્યાણ, જનહિતના તમામ કર્યો હાથ ધરવા, પાર પાડવા અને તે માટે જરૂરી ખર્ચ કરવો .
  • આ ટ્રસ્ટના હેતુઓ જેવા સમાન હેતુઓ માટે કામ કરતા બીજા કોઈ ટ્રસ્ટ ,સંસ્થા કે વ્યક્તિ સાથે સહકારથી કામકાજ કરવું કે તેમની સાથે જોડાવું. તેમજ સરકાર, મ્યુનિસિપાલિટી, સ્થાનિક સંસ્થા કે અન્ય કોઈપણ શખ્સ,સંસ્થા કે વ્યક્તિ પાસેથી ગ્રાન્ટ કે બીજી કોઈ રીતે નાણાં   મેળવવા કે કોઈપણ રીતે નાણાકીય ભંડોળ ઉભું કરવા તથા ટ્રસ્ટ માટે સ્થાવર, જંગમ મિલ્કતો ખરીદવા, વેચવા, ગીરો મુકવા કે અન્ય પ્રકારે ટ્રાન્સફર કરવા તથા તે અંગે જરૂરી તમામ દસ્તાવેજો કરી તેમાં સહી કરવા.

સૌરાષ્ટ્ર ભૂમિમાં સેવા દ્વારા સમાજનું કલ્યાણ કરનાર સંતો  મહંતો અનેક થયા છે. પરંતુ કવિતા સાહિત્યને ઉપદેશનું માધ્યમ બનાવી આધ્યાત્મિક ભૂમિકા ઉપર લોકમાનસનું ઘડતર કરનાર સંત  કવિઓનો જે નાનો સમુદાય છે તેમાં “ચાબખા” નામના તીખા અને તેજસ્વી પદોથી સર્વેનું ધ્યાન ખેંચનાર ભોજા ભગત માનના સ્થાને બિરાજે છે. પોતાની અવધૂત યોગિની કક્ષા, ઉપદેશ આપવાની અસરકારક પધ્ધતિ, લોંખડી મનને કાંચન બનાવી દેવાની પારસ શક્તિ અને પ્રેમામૃત વરસાવતી પાવનવાણીને લીધે ભોજાભગતનું સંતમડળમાં અનેરૂ સ્થાન છે કેળવણીના પ્રકાશ વિના અંધારામાં અથડાતા સમાજની જડતા, વ્હેમ, કુરૂઢિઓ, દભો અને પાંખડોના વર્ષોથી બાઝેલાં  જાળાઓને ચાબખાના પ્રહારથી ભેદી નાખ્યા છે. એ જમાનામાં અસ્પૃશ્યતા નિવારણની વાત લોકોને સમજાવી સમતાના પાઠ ભણાવ્યા છે. અનેક મતપંથો અને ધર્મોની ધાંધલોના ઘટાટોપ ઝાડીમાં ભૂલા પડેલા પ્રવાસીઓને સતધર્મનો સરળ માર્ગ બતાવ્યો. આમ અઢારમી સદીમાં ઈ.સ. 1785 થી 1850 પોતાના જીવનકાળ દરમિયાન ધર્મ, લોકજાગૃતિ અને સેવાના માધ્યમથી સાચા અર્થમાં સમાજ સુધારકનું બિરુદ પામ્યા છે.

ટ્રસ્ટની રચના બાદ વિવિધ પ્રવૃતિઓ માટે ઈ.સ.1987માં જાહેર હરાજીથી 651 ચોમી જમીન મેળવી. ત્યારબાદ ગુજરાત સરકારને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને વૈદકીય હેતુઓ  દશાર્વી અરજી કરતા ઈ.સ.1988માં 1500 ચોમી જમીન મેળવી.આમ કુલ એકંદર 2151 ચોમી જમીન પ્રાપ્ત કરી. પ્રથમ આજીવન ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નોથી સમાજના સાધન સંપન્ન સદ્ગૃહસ્થો પાસેથી માતબર રકમ તેમજ આપી શકે તેવા સિમાંત દાતાઓ પાસેથી ભંડોળ મળતા સાંસ્કૃતિક ભવન,સમાજભવન, અને ભોજલરામના શિખરબંધ   મંદિરનું નિર્માણ થયું.

  • સાંસ્કૃતિક ભવન:-
    • સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે 500 વ્યક્તિ બેસી શકે તેવો સ્ટેજ સાથેનો એ.સી. હોલ
    • વિવિધ ફેકલ્ટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા 100 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની રૂમો
    • વિદ્યાર્થીઓ માટે જમવાની સુવિધા સાથેનું રસોડું અને ડાઇનિંગ હોલ
  • સમાજ ભવન:- બહારગામથી  આવતા ઉતારુઓ માટે એટેચ બાથ સાથેના 30રૂમો છે. તેમાં 2 બેડ, 3 બેડ,4 બેડ (એ.સી.) 5 બેડ અને 40 વ્યક્તિનો સમાવેશ થઈ  શકે તેવો એ.સી. ડોર્મેટરી હોલ સાથે કુલ 120 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે તેવી સગવડ કરવામાં આવી છે.
  • ભોજલરામ મંદિર :-રાધાકૃષ્ણ, શિવપાર્વતી, રામદરબાર, હનુમાનજી, ગણપતિજી સાથે ભોજલરામ બાપા અને તેના બન્ને શિષ્યો વાલરામ અને જલારામ બાપની આરસની મૂર્તિઓ સહિત શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ   છે.

=======    પ્રવૃતિઓ    ======

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના આશરે 2000 જેટલા આજીવન સભ્યો છે.અંતરિયાળ પ્રદેશથી આવતાં ખેડૂતો, નાના વેપારીઓ તેમજ સચિવાલયમાં પોતાના નાના મોટા કામો અને પ્રશ્નો લઈને આવતા  બંધુઓને યોગ્ય રાત્રી રોકાણની વ્યવસ્થા સાથે પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવે છે.

ગાંધીનગર  સ્થાયી થયેલા નોકરી કે વ્યવસાય  કરતા બંધુઓ માટે વિદ્યાપુરસ્કાર,ઉપવન ઉજાણી, શરદપૂર્ણિમાના રાસોત્સવ અને નૂતન વર્ષાભિનંદન  જેવા સ્થાનિક કાર્યક્રમો માટે એક અલગ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્રમંડળ નામની રચના કરવામાં આવી છે.

ગાંધીનગરમાં  વસતા સૌરાષ્ટ્રના  લેઉવા પટેલ ના બંધુઓ  એક બીજાની વધુ નજીક આવે  , સારા-નરસા પ્રંસગે એકબીજાને સહાયભૂત થાય અને સૌરાષ્ટ્રમાંથી  પાટનગરમાં જરૂરી સરકારી ઓફિસ કામગીરી માટે આવતા જ્ઞાતિબંધુઓને, ગાંધીનગર ખાતે સચિવાલયમાં  ફરજ બજાવતા પટેલ બંધુઓ સહાય /માર્ગદર્શન આપી શકે, તેવી ભાવનાને ધ્યાને લઇ, ગાંધીનગરમાં વસતા સૌરાષ્ટ્રના  લેઉવા પટેલ ભાઈઓએ , સને 1989 માં ગાંધીનગર ખાતે, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ શરુ કરેલ, શરૂ શરૂમાં ફક્ત 182  સભ્યો દ્વારા શરૂ કરવામાં આવેલ ,જે આજે વિકસીને 450 સભ્યો સુધી પહોંચીને મોટૂ વટવૃક્ષ બન્યુ છે.

શ્રી  સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજ ની જેમજેમ કામગીરી વધતી ગઈ,  તેમ તેનો સુસારો વહીવટ કરવા ઓફિસની જરૂરિયાત  ઉભી થઈ , સાથો સાથ સૌરાષ્ટ્રના ઓફિસકામગીરી માટે આવતા  જ્ઞાતીબન્ધુઓને ઉતરવા માટે પણ ગેસ્ટહાઉસ ની જરૂરીઆત ઉભી  થઈ, આ બંને જરૂરિયાત માટે ગાંધીનગર ખાતે સરકારશ્રી પાસે થી  જમીન /પ્લોટ મેળવવા માટેના પ્રયતનો શરૂ કરવામાં આવેલ, આમ ઘણા જ પ્રયત્ન  બાદ સરકારશ્રી દ્વારા રાહત ભાવથી પ્લૉટ આપેલ પણ આ પ્લોટ ખુબજ નાનો હોય  મોટા પ્લોટ માટે પ્રયતનો ચાલુ રાખવામાં આવ્યા અને સાથો સાથ બાંધકામ માટે જરૂરી ફન્ડ  એકત્રિત કરી સૌપ્રથમ સમાજની ઓફિસકામગીરી માટે વહીવટી બિલ્ડનીગ અને તેની સાથે સૌરાષ્ટ્રમાંથી આવતા જ્ઞાતીબન્ધુઓ માટે ગેસ્ટહાઉસ બનાવવાનું શરુ કરવામાં  આવ્યું.

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજ દ્વારા ધીમે ધીમે તેઓની કામગીરી વધારો કરી દર વર્ષે  જુદા જુદા સાંસકૃતિક કાર્યકર્મો યોજવાનું શરુ કરેલ, જેના માટે  એક સાંસ્કૃતિક ભવન બનાવવાની જરૂરિયાત ઉભી થયેલ, આમ વહીવટી બિલ્ડિંગ અને ગેસ્ટહાઉસની બાજુમાં નવી વધારાની જમીન મળતા, સાંસ્કૃતિક  ભવન બનાવવાનું પણ શરુ કરવામાં આવેલ, પરંતુ આ સાથે સરકારશ્રી દ્વારા જમીન ફાળવવાના આદેશો માં કરવામાં આવેલ શરતી જોગવાઈને ધ્યાને લઇ, ભોજલરામ મંદીર  બનાવવાનું પણ અનિવાર્ય બનેલ, આમ ગાંધીનગર  ખાતે વહીવટી ઓફિસ કમ ગેસ્ટહાઉસ ,સાંસકૃતિ ભવન  કમ ભોજલરામ મંદિર સાથે નું શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ  સેવા સમાજ સંકુલ ઉભું કરવામાં આવેલ છે.

જો કે  જે તે સમયે અગાઉ  ગાંધીનગર ખાતે કોઈ મોટા શિક્ષણિક શાળા કોલેજ સંસ્થાઓ ઉપલબ્ધ ન હતી  પરંતુ ગાંધીનગરનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ સરકારશ્રી દ્વારા તેમજ  ખાનગી સંસ્થો દ્વારા ટેકનિકલ સહીત શાળા કોલેજો શૃરૂ થયેલ છે , જેના માટે બહારથી  ઉચ્ચ અભ્યાસ માટે આવતા સમાજ ના વિદ્યાર્થીઓ રહેવા માટે છાત્રાલયની શ્રી લેઉવા પટેલ સમાજને જરૂરિયાત  જણાએલ , જે માટે સૌપ્રથમ હયાત વહીવટી ઓફિસના ઉપરના મળે ગેસ્ટહાઉસમાંના અમુક ભાગમાં છાત્રાલય શરૂ કરવામાં આવેલ, સાથો સાથ  છાત્રાલય માટે પૂર્તિ સગવડ સાથે નું વિદ્યાર્થીભવન બનાવવાના પ્રયત્ન કરાયેલ, આ માટે સાંસ્કૃતિભવન ઉપર ત્રીજા અને ચોથા માળ નું એક્સ્ટેંશન  કરવામાં આવેલ, આમ વિદ્યાર્થીભવન નું કામ પૂર્ણ થતા છાત્રાલયને નવા વિદ્યાર્થીભવનમાં શિફ્ટ કરવામાં આવેલ છે. 

આમ હાલમાં  ગાંધીનગર ખાતે  શ્રી સૌરાષ્ટ્ર લેઉવા  પટેલ સમાજ સંકુલમાના એક બિલ્ડિંગમાં  સાસ્કૃતિકભવન કમ વિદ્યાર્થીભવ છે સાથે ભોજલરામ મન્દિર છે, બાજુમાં બીજા બિલ્ડિગમાં ગેસ્ટહાઉસ કમ વહીવટી બિલ્ડિગ પ્રવર્તમાન છે

શ્રી  સૌરાષ્ટ   લેઉવા પટેલ  સમાજ દ્વારા  ગાંધીનગર માં રહેતા  કુટુંબો ના બાળકો ના પ્રોત્સાહન  માટેની પ્રવૃત્તિ અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિ  માટે બે ઘટક સન્સથાઓ બનાવેલ છે, એક સૌરાષ્ટ્ર લેવા પટેલ  મિત્રમંડળ અને બીજું બહેનો માટે સહેલી ગ્રુપ.